ધોની પર કોમેન્ટ કરનારા પહેલા તેમની કેરિયર જોવે: રવિ શાત્રી

ધોની પર કોમેન્ટ કરનારા પહેલા તેમની કેરિયર જોવે: રવિ શાત્રી
કોલકતા, તા.14: ટીમ ઇન્ડિયાના ચીફ કોચ રવિ શાત્રીએ ફરી એકવાર મહેન્દ્રસિંહ ધોનીનું સમર્થન કર્યું છે. શાત્રીએ કહયું છે કે બે વખતના વર્લ્ડ કપ વિજેતા પૂર્વ કેપ્ટન પર સવાલ ઉઠાવનારા પહેલા તેમની કેરિયર જોવે. પૂર્વ બેટસમેન વીવીએસ લક્ષ્મણ અને પૂર્વ ઝડપી બોલર અજીત અગરકર સહિત અન્યોએ ધોનીની ટી-20 ક્રિકેટમાં ભૂમિકા પર સવાલ ઉઠાવ્યા હતા.
શાત્રી અહીં આજે કહયું છે કે લોકો ધોની પર કોમેન્ટ કરતા પહેલા પોતાની કેરિયર જોવે. ધોનીમાં હજુ ઘણું ક્રિકેટ બાકી છે અને ટીમનું એ દાયિત્વ છે કે તે આ મહાન ખેલાડીનું સમર્થન કરે. શાત્રીએ વધુમાં જણાવ્યું હતું કે હાલની ટીમનું કલ્ચર પ્રદર્શન અને કવોલીટી આધારિત છે. મેદાન પર ધોનીથી કોઇ શ્રેષ્ઠ નથી. પછી તે વિકેટની પાછળ હોય કે આગળ હોય. શાત્રીએ ટીમની પ્રશંસામાં કહયું કે ફિલ્ડીંગમાં હાલ ભારતીય ટીમ દુનિયમાં શ્રેષ્ઠ છે.
રવિ શાત્રી કોચ બન્યા બાદ શ્રીલંકા સામેની ટેસ્ટ શ્રેણી તેની પહેલી હોમ સિરીઝ બનશે. આ બારામાં તેણે કહયું કે ટીમ ઇન્ડિયા હંમેશા જીત માટે જાણીતી છે. દ. આફ્રિકા રવાના થતા પહેલા અમે આ શ્રેણી જીતવા માંગીએ છીએ. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer