અન્ડર-19 એશિયા કપમાંથી ભારત બહાર

અન્ડર-19 એશિયા કપમાંથી ભારત બહાર
નેપાળ પછી બંગલાદેશ સામે પણ હાર મળી
કુઆલાલ્મપુર તા.14: અન્ડર-19 એશિયા કપમાંથી ચેમ્પિયન ભારતીય ટીમ બહાર થઇ ગઇ છે. ભારતની યુવા ટીમની સતત બીજા મેચમાં સનસનીખેજ હાર થઇ છે. બે દિવસ પહેલા નેપાળ સામે હાર સહન કરનાર કોચ રાહુલ દ્રવિડની યુવા ભારતીય ટીમ આજે બંગલાદેશ સામે પણ હારી છે. આથી અન્ડર-19 એશિયા કપના પહેલા રાઉન્ડમાં જ ભારતીય ટીમ બહાર થઇ ગઇ છે. બંગલાદેશ સેમિ ફાઇનલમાં પહોંચ્યું છે.
બંગલાદેશ સામેના મેચમાં પહેલા બેટિંગ કરતા ભારતીય ટીમે પ0 ઓવરમાં 8 વિકેટે 187 રનનો સામાન્ય સ્કોર નોંધાવ્યો હતો. જવાબમાં બંગલાદેશની ટીમે માત્ર બે વિકેટ ગુમાવીને આ આસાન લક્ષ્ય હાંસલ કરી લીધું હતું. બંગલાદેશ તરફથી ઓપનર પિનાક ઘોષે અણનમ 81 રન કર્યાં હતા. અત્રે એ ઉલ્લેખનિય રહેશે કે અન્ડર એશિયા કપમાં ભારત છેલ્લે 2012માં સંયુકત રીતે વિજેતા બન્યું હતું. જયારે 2014 અને 2016માં ચેમ્પિયન થયું હતું. હવે આ વખતે પહેલા રાઉન્ડમાં જ બહાર થયું છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer