ફિટ નથી એથી વિશ્રામ લીધો : હાર્દિક

ફિટ નથી એથી વિશ્રામ લીધો : હાર્દિક
નવી દિલ્હી, તા.14: સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડયાએ સ્પષ્ટતા કરી છે કે તેણે ખુદે ટીમ મેનેજમેન્ટ સમક્ષ વિશ્રામની માંગ કરી હતી, કારણ કે હું 100 ટકા ફિટનેસ મહેસૂસ કરી રહ્યો ન હતો. અત્રે એ ઉલ્લેખનીય રહેશે કે હાર્દિક પંડયાનો પહેલા શ્રીલંકા વિરુદ્ધની ટેસ્ટ ટીમમાં સમાવેશ થયો હતો. બાદમાં તેનું નામ ટીમમાંથી કમી કરાયું હતું ત્યારે બીસીસીઆઇએ એવી કોઈ સ્પષ્ટતા કરી ન હતી કે હાર્દિકને વિશ્રામ અપાયો છે કે પડતો મુકાયો છે. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer