અશ્વિન અને પૂજારાએ યો-યો ટેસ્ટ પાસ કરી

અશ્વિન અને પૂજારાએ યો-યો ટેસ્ટ પાસ કરી
ચેન્નાઇ તા.12: ભારતીય સ્ટાર ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિને અને ચેતેશ્વર પૂજારાએ બેંગ્લોરની નેશનલ ક્રિકેટ એકેડેમી (એનસીએ)માં ફિટનેસ માટેનો યો-યો ટેસ્ટ પાસ કરી લીધો છે. ખુદ અશ્વિને આ જાણકારી ટિવટર મારફત આપી છે. રિપોર્ટ અનુસાર ટેસ્ટ સ્ટાર પૂજારાએ પણ યો-યો ટેસ્ટ પાસ કરી છે જ્યારે યુવરાજસિંઘ ફરી નિષ્ફળ રહ્યો છે. અશ્વિને લખ્યું છે કે બેંગ્લોરનો પ્રવાસ સારો રહયો. યો-યો ટેસ્ટ પાસ કરી લીધો છે અને હવે રણજી ટ્રોફીમાં વાપસી કરીશ. અશ્વિન રણજી ટ્રોફીમાં તામિલનાડુ સામે રમે છે. બીસીસીઆઇએ યો-યો ટેસ્ટ પાસ કરવાનો સ્કોર 16.1 રાખ્યો છે. ટીમ ઇન્ડિયામાં રમતા દરેક ખેલાડીએ આ ફિટનેસ ટેસ્ટ પાસ કરવો અનિવાર્ય છે. રિપોર્ટ અનુસાર પાછલા દિવસોમાં આ ટેસ્ટ સુરેશ રૈના અને યુવરાજસિંઘ પાસ કરી શકયા ન હતા.

© 2017 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer