બીજા ટી-20માં વર્લ્ડ ઇલેવન સામે પાક.ના 6/174

બીજા ટી-20માં વર્લ્ડ ઇલેવન સામે પાક.ના 6/174


બાબર આઝમ ફરી ઝળક્યો: ઝડપી 45 રન કર્યા

લાહોર, તા. 13: વર્લ્ડ ઇલેવન સામેના પ્રથમ ટી-20માં જીત મેળવ્યા બાદ આજે પાકિસ્તાને બીજા મેચમાં 20 ઓવરના અંતે 6 વિકેટે 174 રનનો મજબૂત સ્કોર નોંધાવ્યો હતો. પાક. તરફથી ફરી એકવાર બાબર આઝમે ઝડપી બેટીંગ કરીને 38 દડામાં 5 ચોકકાથી 45 રન કર્યા હતા. જયારે અહમેદ શેહઝાદે 43, શોએબ મલિકે 39 અને ફખર ઝમાને 21 રન બનાવ્યા હતા.

વર્લ્ડ ઇલેવન તરફથી સેમ્યૂઅલ બદરી અને તિસારા પરેરાએ 2-2 વિકેટ લીધી હતી.

 

© 2017 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer