ત્રીજા ટેસ્ટમાં ધવનની ધૂંઆધાર સદી : સ્કોર 6/328

ત્રીજા ટેસ્ટમાં ધવનની ધૂંઆધાર સદી : સ્કોર 6/328
કેન્ડી,તા.12 : શિખર ધવનની વધુ એક સદી(123 દડામાં 119)  તેમજ કે.એલ.રાહુલની સળંગ સાતમી અર્ધસદી (8પ)ના સહારે અહીં ત્રીજી ટેસ્ટમાં પણ ટીમ ઈન્ડિયાએ મજબૂત આરંભ કર્યો હતે. જો કે, પહેલી વિકેટની 188 રનની ભાગીદારી બાદ વિકેટોનું ઝડપી પતન થતાં પહેલા દિવસના અંતે 6 વિકેટે 329 રન થયા હતા. સહા 13 રને તેમજ પંડયા એક રને દાવમાં છે.

ધવન અને રાહુલે આજે શાનદાર શરૂઆત કરી હતી અને લંકાના બોલરોને ચોમેર ઝૂડી કાઢ્યા હતા. ભારતે માત્ર 17.2 ઓવરમાં જ 100 રન બનાવી લીધા હતા. ખાસ તો ધવને પહેલી ટેસ્ટની માફક જ ધુંઆધાર બેટિંગ કરી હતી. શિખરે 4પ દડામાં જ અર્ધસદી પૂરી કરી લીધી હતી અને 107 દડામાં સદી પૂરી કરી હતી. બીજી બાજુ રાહુલે પણ ઝમકદાર બેટિંગ કરી હતી. પણ કમનસીબે તે સદી ચૂક્યો હતો અને 8પ રને પુષ્પકુમારાનો શિકાર બન્યો હતો. તેણે 13પ દડામાં 88 રન કર્યા હતા. બંનેએ 188 રનની વિક્રમી ભાગીદારી નોંધાવી હતી. પૂજારા જો કે,નિષ્ફળ રહ્યો હતો અને માત્ર 8 રને આઉટ થયો હતો. તો રહાણે (17) પણ જામ્યો નહોતો. વિરાટ લયમાં હતો પણ મોટો સ્કોર કરી શક્યો નહોતો અને 42 રને સન્દાકનનો શિકાર બન્યો હતો. જ્યારે અશ્વિને 31 રન કર્યા હતા.

ટીમ ઈન્ડિયામાં ત્રીજા ઝડપી બોલર ભુવનેશ્વર કુમારના સમાવેશની અટકળો ખોટી ઠરી હતી અને ચાઈનામેન કુલદીપ યાદવને તક અપાઈ હતી. પુષ્પકુમારાએ 40 રનમાં ત્રણ અને સન્દાકને 84 રનમાં બે વિકેટ ખેરવી હતી.

ભારત પ્રથમ દાવ : 

ધવન          કો. ચાંદીમલ બો. પુષ્પાકુમારા           119

રાહુલ          કો. કરૂણારત્ને બો. પુષ્પાકુમારા          85

પુજારા         કો. મેથ્યુસ બો. સંદાકન      08

કોહલી        કો. કરૂણારત્ને બો. સંદાકન   42

રહાણે         બો. પુષ્પાકુમારા    17

અશ્વિન      કો. ડિકવિલ્લા બો. ફર્નાન્ડો  31

સહા           અણનમ 13

હાર્દિક પંડયા અણનમ 01

વધારાના 13 , કુલ (90  ઓવરમાં 6 વિકેટે)329

પતન  : 1-188, 2-219, 3-229, 4-264, 5-296, 6-322,

બાલિંગ : ફર્નાન્ડો : 19-2-68-1, કુમારા : 15-1-67-0, કરૂણારત્ને : 5-0-23-0, પરેરા : 8-1-36-0, સંદાકન : 25-2-84-2, પુષ્પાકુમારા : 8-2-40-3.

 

ધવને વધુ એક શિખર સર કર્યું

પલ્લેકલ, તા. 12 : શિખર ધવને શ્રીલંકા સામે પલ્લેકલમાં રમાઈ રહેલા ત્રીજા ટેસ્ટ મેચના પ્રથમ દિવસે કારકિર્દીની છઠ્ઠી સદી ફટકારી છે. આ સદીની સાથે જ શિખર ધવનના નામે વધુ એક રેકોર્ડ જોડાયો છે. ધવન પહેલો ડાબોડી બેટધર બન્યો છે જેણે વિદેશી ધરતી ઉપર પાંચ સદી ફટકારી છે. વધુમાં શ્રીલંકા સામે ત્રીજી સદી ફટકારીને પુજારા અને સહેવાગના રેકોર્ડની પણ બરાબરી કરી છે.

બીજી તરફ કેએલ રાહુલ સાથે મળીને શિખર ધવને પહેલી વિકેટ માટે 188 રનની ભાગીદારી નોંધાવી છે જે શ્રીલંકામાં વિદેશી ટીમ દ્વારા નોંધાવવામાં આવેલી સૌથી મોટી ભાગીદારી બની છે. 

© 2017 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer