એક ઓવરમાં છ ક્લીન બોલ્ડ

એક ઓવરમાં છ ક્લીન બોલ્ડ
13 વર્ષના લ્યુકે રોબિન્સનની શાનદાર ઓવરથી સનસનાટીનવી દિલ્હી, તા. 12 : ઈંગ્લેન્ડમાં રહેતા 13 વર્ષના લ્યુક રોબિન્સને એક જ ઓવરના છ બોલમાં છ વિકેટો ખેડવીને સનસનાટી મચાવી દીધી છે. તેમાં પણ ખાસ વાત એ છે કે તમામ બેટ્સમેનોને લ્યુકે બોલ્ડ કર્યા હતા. લ્યુકની આ શાનદાર ઓવરને કારણે ટીમની જીત નિશ્ચિત થઈ ગઈ હતી. ફિલાડેલ્ફીયા ક્રિકેટની અંડર-13 ટૂર્નામેન્ટમાં લ્યુકે વિજયી પ્રદર્શન કર્યું હતું. મેચમાં લ્યુકના પિતા સ્ટીફન અમ્પાયરીંગ કરી રહ્યા હતા જ્યારે માતા હેલન સ્કોરર હતી. વધુમાં લ્યુકનો ભાઈ ફિલ્ડીંગ કરી રહ્યો હતો અને તેના દાદા પણ લ્યુકની શાનદાર ઓવર જોનારા પ્રેક્ષકમાંથી એક હતા.

© 2017 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer