પ્રભાસ પાટણના રહેણાક મકાનમાં અમેરિકનોને ખંખેરતું કોલ સેન્ટર!

પ્રભાસ પાટણના રહેણાક મકાનમાં અમેરિકનોને ખંખેરતું કોલ સેન્ટર!
બે ઝડપાયા: કોલ સેન્ટરના તાર અમદાવાદ સુધી લંબાયાવેરાવળ, તા.12:  પ્રભાસપાટણના એક રહેણાંક મકાનમાંથી વિદેશી નાગરિકો પાસેથી પૈસા પડાવવાના હેતુસર ચાલતા ગેરકાયદે કોલ સેન્ટર પર એસ.ઓ.જી.એ  બાતમીના આધારે દરોડો પાડી બે લેપટોપ, ત્રણ મોબાઇલ, બે મેજીક જેક  એક લાખની કિંમતના ઇલેકટ્રોનીકસ ઉપકરણોની સાથે પ્રભાસપાટણ તથા પોરબંદરના એક-એક શખ્સની અટક કરી આઇટી એકટ અને છેતરપીંડીની કલમો હેઠળ ગુનો નોંઘી તપાસ હાથ ધરી છે.

 આ ગેરકાયદે કોલ સેન્ટરમાં અમદાવાદના બે શખ્સોના નામ બહાર આવતા તેની ઘરપકડ કરવા એસઓજીએ વઘુ તપાસ હાથ ધરી છે. આ બંન્ને આરોપીઓને ત્રણ દિવસના રીમાંડ પર કોર્ટ સોપવાનો હુકમ કર્યો છે.

છેલ્લા ઘણા સમયથી અમદાવાદ જેવા મેટ્રો શહેરમાં ચાલતા ગેરકાયદેર કોલ સેન્ટરો પર પોલીસ તંત્રની વારંવાર ધોંસ બોલતી હોવાના લીધે આવા કૌભાંડના માસ્ટર માઇન્ડ આકાઓ  કોલ સેન્ટરો નાના શહેરોમાં ઉભા કરી પોતાના માણસો ગોઠવી ચલાવી રહ્યા છેં આજે પ્રભાસપાટણના એક રહેણાંક મકાનમાંથી પકડી પાડેલ ગેરકાયદેસર કોલ સેન્ટર પરથી સાબીત થઇ રહયુ છે.

એસઓજી બ્રાંચના ગોંવિદ વંશને મળેલ બાતમીના આધારે પીએસઆઇ જે.વી.ઘોળાએ સ્ટાફના પરસોતમભાઇ પટેલ, નરવણસીંહ, ચિંમન સોંદરવા સહિતનાને સાથે રાખી પ્રભાસપાટણના રામરાખ ચોક પાસેની ઉંચાણ શેરીમાં રહેતા નિરેન કેતનભાઇ પાઠક પોતાના રહેણાંક મકાન પર દરોડો પાડી પ્રભાસપાટણના નિરેન પાઠક તથા પોરબંદરના છાંયા પ્લોટમાં રહેતો તેનો મિત્ર લવ સુરેશભાઇ કોટીયાની અટક કરી  આઇપીસી કલમ 406, 419, 420, 120 (બી) તથા આઇટી એકટની કલમ 66 બી, ડી મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પીએસઆઇ જે.વી.ઘોળાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, નિરેન પાઠક તેના મકાનના પહેલા માળે મિત્ર લવ કોટીયા સાથે લેપટોપ થકી ગેરકાયદે  મેજીક જેકનો ઉપયોગ કરી અમઁિરકન નાગરિકોના લીડ-ડેટા મેળવી ગેરકાયદેસર પ્રોસેસમાં કોલીંગ માટે જરૂરી ક્રીપ્ટ મેળવી તે તમામ આધારે અમેરીકન નાગરીકોને કોલ કરી લોન આપવાની જુદી-જુદી લાલચ આપી અલગ-અલગ વેરીફીકેશન ફી તથા લોન એગ્રીમેન્ટ ફી ના નામે નાણા લેવાનું જણાવી આઇટયુન્સ ગીફટકાર્ડના 16 આંકના નંબરો મેળવી તે નંબરના આધારે આગળની પ્રોસેસ કરી નાણાં મેળવી છેતરપીંડીની પ્રવૃતિ કરતા રંગેહાથ ઝડપાયા હતા. આ કૈભાંડ અમદાવાદ ખાતે રહેતા સુનીલ દંતાણી અને મેલવિન ક્રિશ્ચયનની મદદથી ચલાવતા હોવાનું પ્રાથમીક તપાસમાં જાણવા મળેલ છે. અમદાવાદના બંન્ને માસ્ટર માઇન્ડ શખસોની ઘરપકડ માટે તજવીજ હાથ ધરાયેલ છે.બંન્ને આરોપીઓ અગાઉ અમદાવાદના કોલ સેન્ટરમાં નોકરી કરતા હતાં

વેરાવળ, તા. 12: આ કોલ સેન્ટર કૌભાંડમાં પકડાયેલ લવ કોટીયા મુળ પોરબંદરનો રહેવાસી છે અને છેલ્લા કેટલાય સમયથી અમદાવાદમાં રહે છે અને હાલ ત્યાંની ગુજરાત કોલેજમાં ટીવાયબીકોમ નો અભ્યાસ કરી રહ્યો છે. તેણે અગાઉ 2014માં અમદાવાદના પ્રહલાદનગરમાં આવેલ એક કોલ સેન્ટરમાં ચાર માસ નૌકરી કરી હતી તેમજ નિરેન પાઠક અમદાવાદમાં હોલસેલ લેડીઝવેરનો ઘંઘો કરતો હતો અને દોઢ વર્ષ પહેલા ત્યાં સીજી રોડ પર આવેલ ઓટો લોન કંપનીના કોલ સેન્ટરમાં ચારેક માસ નૌકરી કરી ચુકયો હતો. આ બંન્નેને રાતોરાત પૈસાદાર બની જવુ હોવાથી ગેરકાયદેસર કોલ સેન્ટરના કોંભાડના ધંધામાં ઝંપલાવેલ હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવેલ છે.

© 2017 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer