સૌરાષ્ટ્રભરના યાર્ડો આજથી ફરી ધમધમશે

સૌરાષ્ટ્રભરના યાર્ડો આજથી ફરી ધમધમશે
રાજકોટ : જીએસટીના વિરોધમાં અચોક્કસ મુદત સુધી અપાયેલ માર્કેટયાર્ડ બંધના એલાન અંતર્ગત ગત તારીખ 11ના રોજ  ગાંધીનગર ખાતે યાર્ડના પ્રતિનિધિઓની જીએસટી કમિશ્નર સાથે બેઠક મળી હતી. જેમાં સુખદ સમાધાન થતા આજથી સૌરાષ્ટ્રભરના યાર્ડો ફરી ધમધમવા લાગશે. પખવાડિયાની હડતાળ દરમિયાન સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારમાં સારો વરસાદ પડી જતાં યાર્ડોમાં નવી ચમક જોવા મળશે. સારા વરસાદને લઈને જગતનો તાત પણ ખુશખુશાલ છે ત્યારે આજથી યાર્ડોમાં માલની આવકમાં પણ વધારો થવાની શક્યતા નિષ્ણાંતો દ્વારા જોવાઈ રહી છે.

રાજકોટ યાર્ડના કમીશન એજન્ટ એસોસીએશનના પ્રમુખ અતુલભાઇ કમાણીના જણાવ્યા મુજબ જીએસટી મામલે ગાંધીનગર ખાતે જીએસટીના ચીફ કમિશ્નર સાથે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના ર2 યાર્ડના પ્રતિનિધિઓની મીટીંગ મળી હતી. આ મીટીંગમાં કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવીયા પણ ઉપસ્થિતિ રહ્યા હતા. જીએસટી કમિશ્નર સાથેની મીટીંગમાં યાર્ડના વેપારીઓને જીએસટી અંગે યોગ્ય માર્ગદર્શન મળતા હડતાલ સમેટી લેવાનું નક્કી કરાયુ હતું. એ કારણે સોમ-મંગળવાર સુધીમાં રાજકોટ સહિત સૌરાષ્ટ્રના યાર્ડો ફરી ધમધમવા લાગશે.

© 2017 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer