ઇતિહાસ આલેખતો રોઝર ફેડરર વિમ્બલ્ડનમાં આઠમીવાર ચેમ્પિયન

ઇતિહાસ આલેખતો રોઝર ફેડરર વિમ્બલ્ડનમાં આઠમીવાર ચેમ્પિયન
ફાઇનલમાં મારિન સિલિચ સામે શાનદાર જીતલંડન તા.16: મહાન સ્વિસ ટેનિસ ખેલાડી રોઝર ફેડરર ઇતિહાસ રચીને વિમ્બલ્ડનમાં રેકોર્ડ આઠમીવાર ચેમ્પિયન બન્યો છે. આજે રમાયેલા પુરુષ વિભાગના ફાઇનલમાં હાલ વિશ્વમાં ત્રીજો ક્રમ ધરાવતા રોઝર ફેડરરે ક્રોએશિયાના સાતમા ક્રમના ખેલાડી મારિન સિલિચ પર આસાનીથી 6-3, 6-1 અને 6-4થી ભવ્ય જીત મેળવી હતી. આ સાથે જ 3પ વર્ષીય ફેડરરે 19મા ગાંડસ્લેમ ખિતાબ પર કબજો જમાવીને ઇતિહાસ આલેખ્યો હતો. ફેડરરે પાંચ વર્ષ બાદ ફરી વિમ્બલ્ડનનો ખિતાબ જીત્યો છે. તે છેલ્લે 2012માં ચેમ્પિયન બન્યો હતો. હવે આ વખતે તેણે ફરી એકવાર ઓલ ઇંગ્લેન્ડ ટેનિસ કલબ પર પોતાનું વર્ચસ્વ જમાવ્યું છે. આ વર્ષે ફેડરરે વિમ્બલ્ડનમાં એક પણ સેટ હાર્યાં વિના સ્પર્ધા જીતી છે.

પહેલીવાર ફાઇનલ રમવા ઉતરેલા ક્રોએશિયાના મારિન સિલિચને હરાવવામાં ફેડરરને બહુ મહેનત કરવી પડી ન હતી. ફેડરરે તેની પાવરફૂલ રમતથી ફકત 1 કલાક અને 41 મિનિટમાં જીત મેળવી હતી. ફેડરરે આ પહેલા ઓસ્ટ્રેલિયન ઓપન જીતીને વર્ષની શાનદાર શરૂઆત કરી હતી. 

ફેડરર આ પહેલા 2003, 2004, 200પ, 2006, 2007, 2009 અને 2012માં વિમ્બલ્ડનમાં ચેમ્પિયન બન્યો હતો. તે આ ઉપરાંત ઓસ્ટ્રેલિયન ઓપનમાં પાંચ વખત, અમેરિકી ઓપનમાં પાંચ વખત અને ફ્રેંચ ઓપનમાં એક વખત ચેમ્પિયન બની ચૂકયો છે.

© 2017 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer