બદ્રીનાથનાં માર્ગમાં ભૂસ્ખલન: 1પ000 યાત્રીઓ ફસાયા

બદ્રીનાથનાં માર્ગમાં ભૂસ્ખલન: 1પ000 યાત્રીઓ ફસાયા
દેહરાદૂન, તા.19 : ઉત્તરાખંડનાં વિષ્ણુપ્રયાગમાં આજે ભારે વરસાદ અને ભયાનક ભૂસ્ખલનનાં કારણે બદ્રીનાથનો હાઈવે બંધ થઈ ગયો છે અને આશરે 1પ હજાર જેટલા યાત્રીઓ ફસાઈ ગયા હોવાનું જાણવા મળે છે. જાણવા મળતી વિગતો અનુસાર આજે બપોરે ચમેલી જીલ્લામાં જોશીમઠ નજીક હાથી પર્વત ઉપરથી વરસાદમાં પોચી પડેલી જમીન ધસી આવી હતી. જેમાં આશરે 1પ0 મીટરનો વિસ્તાર દટાઈ ગયો હતો. 60 મીટર જેટલો ઋષિકેશ-બદ્રીનાથ નેશનલ હાઈવે પણ આમાં દબાઈ અને નુકસાનગ્રસ્ત બન્યો છે. જો કે આ કુદરતી દુર્ઘટનામાં કોઈ પ્રવાસીને ઈજા થઈ નથી. પ્રશાસને માટી હટાવીને રસ્તો ખોલવા માટે કામગીરી પૂરવેગે ઉપાડી લીધી છે. હાથી પહાડની બન્ને બાજુ મળીને કુલ પ00 જેટલા વાહનો આના હિસાબે અટવાઈ ગયા છે. હાલ યાત્રાળુઓને પોતાના સ્થાને જ રોકી રાખવામાં આવ્યા છે. 

© 2017 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer