સેરેના વિલિયમ્સ ગર્ભવતી: એક વર્ષ માટે બ્રેક લેશે

સેરેના વિલિયમ્સ ગર્ભવતી: એક વર્ષ માટે બ્રેક લેશે
વોશિંગ્ટન તા.20: વિશ્વની બીજા નંબરની અમેરિકી ટેનિસ ખેલાડી અને રેકોર્ડ 23 ગ્રાંડસ્લેમ વિજેતા સેરેના વિલિયમ્સ ગર્ભવતી છે. આથી એવું માનવામાં આવે છે આ વર્ષે તે કોર્ટથી દૂર રહેશે. સેરેના ગર્ભવતી હોવાની તેના પ્રવકતાએ પુષ્ટિ કરી છે. સેરેનાએ વન પીસમાં સ્નેપચેટ પર તેનો એક ફોટો શેર કર્યોં છે. જેનું કેપ્શન છે, 20 વીક. આનો મતલબ એ થયો કે જાન્યુઆરીમાં જયારે તેણે તેની બહેન વિનસને હરાવીને ઓસ્ટ્રેલિયન ઓપનનો ખિતાબ જીત્યો હતો ત્યારે સેરેના ગર્ભવતી હતી. જો કે આ પોસ્ટ શેર કર્યાં બાદ સેરેનાએ તેને ડિલીટ કરી દીધો છે. આ પછી તેના ચાહકોમાં ચર્ચા છેડાઇ ગઇ છે કે શું સાચે જ સેરેના ગર્ભવતી છે કે આ મજાક છે. જો કે બાદમાં તેના મેનેજરે સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે મને ખુશી છે કે સેરેના સાચે જ ગર્ભવતી છે. તે 2017માં બ્રેક લેશે અને આવતા વર્ષે વાપસી કરશે. સેરેનાએ ગત ડિસેમ્બરમાં રેડડિટના સહ-સંસ્થાપક અલેકિસસ ઓહાનિયન સાથે સગાઇ કરી હતી.

© 2017 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer