MRF 4500 કરોડનો નવો પ્લાન્ટ ગુજરાતમાં સ્થાપશે

MRF 4500 કરોડનો નવો પ્લાન્ટ ગુજરાતમાં સ્થાપશે
અઢી હજાર યુવાનોને રોજગારી મળશે







અમદાવાદ, તા.11 : મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આજે વાઇબ્રન્ટ સમિટના બીજા દિવસે એમ.આર.એફ. ગ્રુપના અધ્યક્ષ કે.એમ. મેમન સાથે વન-ટુ-વન બેઠક યોજીને રાજ્યમાં ગ્રીન ફિલ્ડ મેન્યુ ફેક્ચરીંગ પ્રોજેક્ટમાં રૂા.4500 કરોડના રોકાણના એમ.ઓ.યુ. જીઆઇડીસી સાથે કર્યા હતા.



ભરૂચના વાગરામાં સ્થપાનારો એમ.આર.એફ.નો આ પ્રોજેક્ટ મહિને 1 મિલિયન ટાયરની ઉત્પાદન ક્ષમતા ધરાવનારો પ્રોજેક્ટ બનશે. જેના દ્વારા અઢી હજાર યુવાનોને રોજગારી મળશે. મુખ્યપ્રધાને એમ.આર.એફ.ને ગુજરાતમાં આવકારતા તેમના યુનિટની સ્થાપના માટે જરૂરી મંજૂરી ત્વરાથી આપવાની ખાતરી આપી હતી. 

© 2017 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer